||જય જીવ||

||જીવાત્માની સેવા એ જ પરમાત્માની સેવા||

||જય જીવ દયા||

ટ્રસ્ટ રજી.નં. એફ/૨૯૭૩/ભાવનગર * મંડળી રજી.નં.ગુજરાત /૩૦૫૦/ભાવનગર તા. ૩-૬-૨૦૧૫ English

સેવા

પ્લાસ્ટિક કાપડ સહાય

ચોમાસામાંઝુપડાં , માલ – સામાન અને માથું ઢાંકવા માટે પ્લાસ્ટીક કાપડનું વિનામૂલ્ય વિતરણ .

છાશકેન્દ્ર

દરરોજ સવારમાં એકાદ હજાર જેટલાં પરિવારોને એક – એક લીટર મધુરી છાશ વિતરણ .

મીઠાઈ , ફરસાણ સહાય

ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે વર્ષમાં પાંચેક વખત મીઠાઇ – ફરસાણનું વિતરણ .

આરોગ્ય સહાય

સરકારશ્રી તથા દાતાશ્રીઓની આર્થિક સહાય થી માંદગીમાં વિનામૂલ્થ સારવાર .

અનાજ કીટ સહાય

સમાજના વંચિત , વ્યથિત અને સાવ નિરાધાર એવાં દરિદ્રનારાયણ પરિવારોને પ્રતિમાસ રૂા , ૨પ૦ ની મર્યાદામાં જીવન જરૂરીયાતની કાચી ખાદ્ય સામગ્રીની અનાજ કિટ ( બાજરી , ઘઉં , ચોખા , ખાંડ , ચા , મગદાળ , તેલ , મરચું , હળદર , ઘાણાજીરૂ ) વિના મૂલ્ય ( ૪૦૦ પરિવારોને ) આપવામાં આવે છે

મહાવીર ટીફીન સેવા

ઘરબાર વિના ના અને રસ્તે રઝળતાં અસહાય અને અશકતોને બપોર ના એક સમયે તૈયાર ભોજનની ટીફીન રોવા ( અઢાર પરિવાર )

વસ્ત્ર સહાય

સાડી , સાદાં કે ગરમ વસ્ત્ર ( ધાબળા ) નું વર્ષમાં એક વખત વિતરણ . તથા સમાજમાંથી પ્રાપ્ત થયેલાં સન્માન પૂર્વક પહેરી શકાય તેવાં કપડાનું વર્ષમાં બે વખત વિતરણ

અન્ય સેવાઓ

આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી ત્રીસેક જેટલી યોજનાઓ જેવી કે : – મફત તબીબી સહાય   (ટી.બી., કેન્સર,એઇડ્ઝ,રક્તપિત જેવા દર્દો માં )  * વિધવા સહાય * રાષ્ટ્રીય કુટુંબ સહાય * વૃધ્ધ પેન્શન  * વય વંદના વૃધ્ધ પેન્શન * કુંવરબાઇનું મામેરું * માનવ કલ્યાણ સહાય * સિનિયર સીટીઝન કાર્ડતથા વિકલાંગ વ્યક્તિઓ માટે ડો . સર્ટિ * બસમાં મફતા મુસાફરી નો પાસ * રેલ્વે કન્સેશન * સાધન સહાય અભ્યાસ સહાય ન* રોજગાર તાલીમ * વિકલાંગ પેન્શન * સંત સુરદાસ સહાય વગેરે ના ફોર્મ ભરી આપી સમાજનાં જરૂરતમંદ , નબળા અને આર્થિક પછાત વર્ગનાં લોકોને શક્ય તમામ રીતે મદદરૂપ થવાનો દિલથી પ્રયાસ કરી એ છીએ .

સંપર્ક માહિતી


  સરનામું: શ્રી અલ્લારામ સહાયતા ચેરીટેબલ ટ્રસ્ટ જી – ૫ , સહયોગ કોમ્પ્લેક્સ , ટી।સી।પેટ્રોલ પંપ પાસે, મહુવા – ૩૬૪૨૯૦ . જિ. ભાવનગર

  દૂરભાષ: ૯૮૨૫૦ ૯૦૬૨૪

 

સ્થાન