||જય જીવ||

||જીવાત્માની સેવા એ જ પરમાત્માની સેવા||

||જય જીવ દયા||

ટ્રસ્ટ રજી.નં. એફ/૨૯૭૩/ભાવનગર * મંડળી રજી.નં.ગુજરાત /૩૦૫૦/ભાવનગર તા. ૩-૬-૨૦૧૫ English

ટ્રસ્ટ વિશે

વર્ષ ૨૦૦૬ માં “શ્રી અલ્લારામ” સહાયતા કેન્દ્ર નો મંગળ પ્રારંભ થયો.

અમારો મુળભૂત હેતુ અને ભાવના…સમાજના વંચિત, વ્યથિત, સાવ અભાવગ્રસ્ત સ્તિથિમાં જીવતા, ત્યકતા, વિધવા માતાઓ, વિધુર ભાઈઓ, વૃદ્ધ દંપતિઓ, અસાધ્ય વ્યાધિથી પીડિતો, તીવ્ર દિવ્યાંગો, માતા-પિતા વિનાના અનાથ બાળકો, ઘર-બાર વિનાના રસ્તે રઝળતા, અસહાય, અશકત એવા દરિદ્રનારાયણ પરિવારો ના “જીવન નિર્વાહ” ના કાર્ય માં મદદરૂપ થવાની, તેમની વેહેતી આંખોને સ્મિત આપવાની અને મોતની રાહ જોતાં શ્વાસને સુખની હાશ આપવાની અમારી ભાવના છે.

જીવન ની પ્રાથમિક જરૂરિયાતો “રોટી, કપડાં, મકાન અને સ્વાસ્થ્ય રક્ષા”.  વર્ષ ૨૦૦૬ ની નવરાત્રિ માં અમે આર્થિક રીતે નબળા એવા ૨૦ પરિવારોને પ્રતિમાસ રૂ. 300/- ની મર્યાદામાં વિના મૂલ્યે અનાજ કીટ આપી સેવાયાત્રા ની શરૂઆત કરી. પ્રત્યેક પેટનો ખાડો પુરાઈ અને “હાશકારો” અનુભવી શકાઈ તો પણ ઘણું.

શ્રી અલ્લારામ ની અપાર કરુણા, આદરણીય દાતાશ્રીઓ નો પ્રેમ-લાગણી ભર્યો ઉદાર, દાન-સહયોગ અને અમારા નિરાધાર દરિદ્રનારાયણ પરિવારો ના ભાગ્ય બળે અમારી સેવાયાત્રા મક્કમ એકધારી ગતિ થી આગળ વધતી ચાલી. ૧૦ વર્ષ ના અંતરાલ બાદ ૨૦૧૫ માં ૪૦૬ જેટલા નિરાધાર પરિવારો સુધી “વિના મૂલ્યે અનાજકીટ” પહોચાડી શક્યા છીએ, જે આજે પણ અવિરતપણે ચાલુ છે. 

આ નાનકડા સેવા કાર્ય થી આનંદ જરૂર છે, પણ સંતુષ્ટિ નથી. કારણ મહુવા તાલુકો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને વિસ્તાર ની દ્રષ્ટિ એ ઘણો મોટો છે. તેમાં આવા દરિદ્રનારાયણ પરિવારો ની સંખ્યા એકાદ હજાર કરતાં પણ વધારે હોવાનું અમારું અનુમાન છે.

“આ ઉપરાંત વર્ષ ૨૦૧૦/૧૧ માં ઘર-બાર વિનાના રસ્તે રઝળતા, અસહાય, અશકત, નિઃસાધન, વિધવા માતાઓ, વિધુર ભાઈઓ, વૃદ્ધ દંપતિઓ, માનસિક અને શારીરિક દિવ્યાંગો,  એવા દરિદ્રનારાયણ લોકો ને બપોર ના એક વખત પેટ ભરીને, તાજું, ગરમ અને સાત્વિક ભોજન આ લોકો જ્યાં રેહતાં હોય કે બેસતા હોય તે સ્થળ ઉપર બપોર ના એક વાગ્યા સુધીમાં પોહચાડી દેવાનું નક્કી કરી, ચૈત્ર સુદ એકમ ને ૨૦૧૨ થી તેની મંગળ શરૂવાત કરી. શ્રી અલ્લારામ ની અસિમ કૃપા થી “વિના મૂલ્યે ટિફિન સેવા” આજ પર્યંત અવિરત ચાલતી રહી છે. આજે આશરે ૫૦ જેટલા ટિફિન-પાર્સલ નું રોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને રોજના ૧૦૦ ટિફિન સુધી પોહચવા માટે પ્રયત્નશીલ છીએ.

“વિનામૂલ્યે અનાજ કીટ યોજના” અને “વિના મૂલ્યે ટિફિન સેવા” ચલાવવા માટે કેન્દ્ર પાસે એવું કોઈ સ્થાઈ કાયમી ભંડોળ નથી, કે નથી કોઈ જમીન જાગીર, સરકારશ્રી પણ આવા માનવતાલક્ષી સેવા કાર્ય માટે કોઈ આર્થિક મદદ કરતી નથી. આવા સેવા કાર્યો નો મુખ્ય આધાર છે, “ઉદાર દિલ દાતાશ્રીઓના દાન-સહયોગ”.  અમે સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી મહુવા માં દુકાને-દુકાને ફરી એક પરિવાર ના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. 300/- મુજબ દાન-સહયોગ મેળવી આ સેવા કાર્ય ચલાવી રહ્યા છીયે. ૪૦૦ પરિવાર માટે વિના મૂલ્યે અનાજકીટ આપવા માટે પ્રતિમાસ રૂ. 1.25 લાખ ની જરૂરત પડે છે. સારું છે અમારા મહુવા નું મહાજન જે અમારી જરૂરિયાત નો ખૂબ જ સારો પ્રતિભાવ આપે છે. અને શ્રીઅલ્લારામ ગમે ત્યાથી અમારી જોળી ને ભરી દે છે, ને ગરીબોની ગાડીને અટકવા દેતા નથી.                                                                                             

મારી ઢળતી ઉમર  (૭૫ વર્ષ) છે. વર્તમાન માં, ભવિષ્યમાં અને મારી ગેરહાજરી પછી પણ “ગરીબો ની જિવા દોરી” સમી “વિનામૂલ્યે અનાજ કીટ યોજના” અને “વિના મૂલ્યે ટિફિન સેવા” ચાલુ રાખી શકાય તેવા શુધ્ધ આશય થી આપણા કેન્દ્રનું ‘શ્રી અલ્લારામ સહાયતા ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું,  ૨જી. નં એફ/૨૯૭૩/ ભાવનગર તા ૩/૬/૨૦૧૫ થી  મંજૂરી પણ મળી ગઈ અને ૧/૭/૨૦૧૫ થી આપણો તમામ વહીવટ ટ્રસ્ટ ના નિયમ મુજબ ચાલી રહ્યો છે.  આપણા આ માનવતાલક્ષી સેવાપ્રવૃતિ ને ધ્યાને લઈ ને ૨૦/૬/૨૦૧૬ થી 80 G/5 પ્રમાણપત્ર મળી ગયૂ છે, જે દાતાશ્રીઓના માટે રાહત અને આનંદ ની વાત છે.

આગળ જણાવ્યું તે પ્રમાણે હું હવે જીવન ની ‘પોણી સદી’ વટાવી ચૂકયો છું. મન તો ઘણા ઘોડા દોડાવે છે. પણ શરીર સાથ આપતું નથી . જેથી અગાઉની જેમ દુકાને-દુકાને ફરીને દાન સહચોગ ઉઘરાવવા નું શકય નથી. મારા આત્મા ના અવાજ મુજબ, મારા જીવનના અંતિમ શ્વાસ સુધી, આ “વિનામૂલ્યે અનાજ કીટ યોજના” અને “વિના મૂલ્યે ટિફિન સેવા”  ચાલુ રાખવાની મારી દ્રઢ ઇચ્છા છે. અને આ દ્રઢ ઇચ્છાની પૂર્તિમાટે આર્થિક સહયોગ અનિવાર્ય છે.  

મહુવા ના લોકો દાન આપવા ઉત્સુક છે પણ એક પરિવારના એક વર્ષના નિભાવ માટે રૂ. 3600/- ની રકમ એકી સાથે આપી શકવા અશક્તિમાન છે. અને એ જ લાચારી અમને પણ મુંજવે છે .

આથી આપને અમારી કરબધ્ધ વિનમ્ર પ્રાર્થના છે જે આપ શાંતિથી વાંચો અને દિલથી વિચારજો. આ નિરાધાર પરિવારો આપણાં જ ભાંડરડાં છે. કારણ કે આપણે સૌ શ્રી અલ્લારામના સંતાનો છીએ. જો શ્રીઅલ્લારામ આપની ઝોળી ને આપની જરૂરીયાત કરતાં પણ વધારે ભરી દીધી હોય તો તેમાંથી આપની અનુકૂળતા મુજબ, આપનો આત્મા સંમતિ આપે તો એકાદ – બે નિરાધાર પરિવારો ને દત્તક લઇ (એક પરિવારના એક વર્ષના રૂા. ૩૬૦૦/પ્રમાણે) સંસ્થાને અને નિરાધાર પરિવારોને મદદરૂપ બનશો. શ્રી અલ્લારામે આપણને માનવ તરીકે જન્મ આપ્યો છે. તેનું ‘થોડુક ઋણ’ ચૂકવીએ અને ભાવિ માટે પૂણ્યનું ભાથું બાંઘતા જઇએ. આપના પુરૂષાર્થથી અને પ્રભુના કૃપાપ્રસાદ થી પ્રાપ્ત થયેલ સામર્થ્યનો સદ્ઉપયોગ કરી લઈએ, આપની નાનકડી એવી રકમ પણ ગરીબો ની ભૂખ ને ઠારશે અને પૂણ્યનું કારણ બની શકે છે એ લગીરેય ન ભૂલશો . 

દાતાશ્રીઓના સહયોગ થી ચાલતી સેવાકીય પ્રવૃતિઓ:

 • અનાજકિટ સહાય : જીવન જરૂરિયાત ની કાચી ખાધ્ય સામગ્રી (બાજરી, ઘઉ, ચોખા, ખાંડ, ચા, તેલ, મગ-દાળ, મરચું, હળદર. ધાણાજીરું) ની અનાજકિટ રૂ. 300 ની મર્યાદામાં ૪૦૬ જેટલા આર્થિક રીતે નબળા પરિવારોને પ્રતિમાસ તા. ૧ થી ૩ દરમિયાન વિતરણ.
 • શ્રી અલ્લારામ ટિફિન સેવા : ઘરબાર વિનાના, અસહાય, અશક્ત એવા નિરાધારો ને દરરોજ બપોરના એક વખત તૈયાર ભોજનની ટિફિન સેવા (આશરે ૫૦ ટિફિન સેવા).
 • વસ્ત્ર સહાય : સાડી, સાદા કે ગરમ વસ્ત્રો (ધાબળા) નું વર્ષ માં એક વખત વિતરણ.   (સમાજ માંથી પ્રાપ્ત થયેલ આદર પૂર્વક પહેરી શકાય તેવા વસ્ત્રો નું વર્ષ માં ૨ વખત વિતરણ).
 • મીઠાઇ ફરસાણ સહાય : ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તેહવારો નિમિત્તે વર્ષમાં પાંચ વખત વિતરણ.
 • આરોગ્ય સહાય : દાતાશ્રીઓ, ડોક્ટર્સશ્રીઓ તથા સરકારશ્રી ની મદદથી માંદગીમાં વિનામુલ્યે સહાય-સારવાર.
 • પ્લાસ્ટિક કાપડ સહાય: ચોમાસા માં ઝૂપડા, માલ સામાન અને માથું  ઢાંકવા પ્લાસ્ટિક કાપડ નું વિતરણ.
 • પશુ-પક્ષીઓને ચણ-આહાર:  શહેરમાં હરતી-ફરતી જગ્યાએ પ્રતિદિન સવારના ૭-૦૦ થી ૮-૩૦ દરમિયાન. 
 • કબૂતરો માટે: ૭/૫૦૦ કિલો જુવાર 
 • કાબર, કાગડા માટે : ૧/૫૦૦ કિલો ગાંઠિયા.
 • ગાય, કુતરા માટે: રોટલા અને પારલે બિસ્કિટ.
 • બાળકો માટે: ચોકલેટ, બિસ્કિટ, બટર.

સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ :

સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવી. તે માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી જરૂરી આધાર-પુરાવાઓ એકત્ર કરી, નિયમાનુસાર ફોર્મ ભરી આપી જરૂરતમંદ, નબળા, દિવ્યાંગ, અને આર્થિક પછાત વર્ગ ના લોકો ને મદદરૂપ થવાનો પ્રયાસ.

૧) વિધવા સહાય, ૨) વૃદ્ધ પેન્શન ૩) વય વંદનાવૃદ્ધ પેન્શન ૪) મફત તબીબી સહાય (ટી.બી., કેન્સર, એઇડ્સ, રક્તપિત) ૫) સંકટ મોચન સહાય ૬) કુંવરબાઇ નું મામેરું ૭) માનવ કલ્યાણ સાધન સહાય ૮) પાલક માતા-પિતા સહાય ( માતા-પિતા વિનાના અનાથ બાળકો માટે) ૯) સીનિયર સીટીઝન કાર્ડ ૧૦) આધાર કાર્ડ ૧૧) માં અમૃતમ કાર્ડ ૧૨) માં વાત્સલ્ય કાર્ડ ૧૩) આયુષ્માન ભારત (P.M JAY) ૧૪) સાત ફેરા સમૂહ લગ્ન સહાય ૧૫) ડો. આંબેડકર આવાસ યોજના ૧૬) પ્રધાન મંત્રી આવાસ યોજના ૧૭) વિધવા વિકલાંગ આવાસ યોજના ૧૮) વિધ્યાદીપ યોજના ૧૯) ખેડૂત- ખેત મજૂર અકસ્માત વીમા યોજના અનેબીજી ઘણી બધી યોજનાઓ…. 

વિકલાંગ વ્યક્તિઓ માટે: 

૧) વિકલાંગ પ્રમાણ પત્ર ૨) વિકલાંગ ઓળખ પત્ર ૩) વિ. રેલ્વે કન્સેશન સર્ટી ૪) શિષ્યવૃતિ ૫) સાધન સહાય ૬) રોજગાર તાલીમ ૭) પેન્શન યોજના ૮) સંતસૂરદાસ સહાય  ૯) લગ્ન સહાય ૧૦) વીમા સહાય ૧૧) નિવાસી શાળાઓ અને ઘણી બધી યોજનાઓ.                    

ધન્યવાદ . . . ખૂબ ખૂબ આભાર . . 

સંપર્ક માહિતી

 

શ્રી અમીરભાઈ બી. ઢબ્બુ  (અમીરદાદા)
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી

શ્રી અલ્લારામ સહાયતા ચેરીટેબલ ટ્રસ્ટ
સરનામું: C/o કાજલ ટ્રેડર્સ,
પાર્શીવલ પરા, ભારત પેટ્રોલ પમ્પની સામે,
મહુવા- ૩૬૪૨૯૦. ભાવનગર, ગુજરાત, ભારત

મોં. :  ૯૮૨૫૦ ૯૦૬૨૪
પાન કાર્ડ:: AAPTS5861E
ટ્રસ્ટ નોંધણી નંબર:  એફ/૨૯૭૩/ભાવનગર
મંડળી નોંધણી નંબર: ગુજરાત/૩૦૫૦/ભાવનગર

કેન્દ્રનો મૂળભૂત હેતુઃ

 

સમાજના વંચિત, વ્યથિત, સાવ અભાવગ્રસ્ત સ્તિથિમાં જીવતા, ત્યકતા, વિધવા માતાઓ, વિધુર ભાઈઓ, વૃદ્ધ દંપતિઓ, અસાધ્ય વ્યાધિથી પીડિતો, તીવ્ર દિવ્યાંગો, માતા-પિતા વિનાના અનાથ બાળકો, ઘર-બાર વિનાના રસ્તે રળતા, અસહાય, અશકત એવા દરિદ્રનારાયણ પરિવારો ના “જીવન નિર્વાહ” ના કાર્ય માં મદદરૂપ થવાની, તેમની વેહેતી આંખોને સ્મિત આપવાની અને મોતની રાહ જોતાં શ્વાસને સુખની હાશ આપવાની અમારી ભાવના છે.

જ્ઞાતિ પ્રમાણે પરિવરો

ક્રમ જ્ઞાતિ સંખ્યા
કોળી ૧૭૪
વણકર ૨૫
સાધુ ૨૧
બ્રાહ્મણ ૧૬
પ્રજાપતિ ૧૩
દેવી પૂજક
બાબર
મોચી
દરજી
૧૦ વાલ્મિકી
૧૧ રાવળ
૧૨ ભરવાડ
૧૩ લુહાર
૧૪ સુથાર
૧૫ ધોબી
૧૬ વાળંદ
ક્રમ જ્ઞાતિ સંખ્યા
૧૭ સલાટ
૧૮ દરબાર
૧૯ સગર
૨૦ વ.સાધુ
૨૧ રાજપૂત
૨૨ સિંધી
૨૩ કણબી
૨૪ સરાણિયા
૨૫ બારોટ
૨૬ બ્ર.ક્ષત્રિય
૨૭ લોહાણા
૨૮ આહિર
૨૯ નાથાબાવા
૩૦ ચિ.સાધુ
૩૧ કપોળ વણિક
૩૨ દિ.વણિક
ક્રમ જ્ઞાતિ સંખ્યા
૩૩ જૈન
૩૪ ફકીર ૧૮
૩૫ સિપાઈ ૧૮
૩૬ ઘાંચી
૩૭ સીયા ખોજા
૩૮ સૈયદ
૩૯ મેમણ
૪૦ ઇ.ખોજા
૪૧ સીદી
૪૨ વોરા
૪૩ પીંજારા
૪૪ સિલોટીયા
૪૫ સંધી
૪૬ આરબ
૪૭  ખાટકી

કુલ જ્ઞાતિ સંખ્યા : ૪૦૬

Nonetheless it get homework help has a bunch of features that most users could find useful include the following.

સંપર્ક માહિતી

શ્રી અમીરભાઈ બી. ઢબ્બુ (અમીરદાદા)
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી

સરનામું: C/o કાજલ ટ્રેડર્સ,
પાર્શીવલ પરા, ભારત પેટ્રોલ પમ્પની સામે,
મહુવા- ૩૬૪૨૯૦. ભાવનગર, ગુજરાત, ભારત

 દૂરભાષ: ૯૮૨૫૦ ૯૦૬૨૪

 

સ્થાન