||જય જીવ||

||જીવાત્માની સેવા એ જ પરમાત્માની સેવા||

||જય જીવ દયા||

ટ્રસ્ટ રજી.નં. એફ/૨૯૭૩/ભાવનગર * મંડળી રજી.નં.ગુજરાત /૩૦૫૦/ભાવનગર તા. ૩-૬-૨૦૧૫ * PAN: AAPTS5861E English

દાન

આદરણીય દાતાશ્રી,

સાદર નમસ્કાર, જય શ્રી અલ્લારામ,

આપની કુશળતા અને સુખાકારી માટે શ્રી અલ્લારામ ને દુઆ પ્રાથના.

જીવ દયા, કરુણા અને માનવતા ના નાતે સંસ્થાની પ્રવૃતિઓથી માહિતીગાર કરવા અને આપના સહયોગ ની અપેક્ષા સાથે આ પત્ર પાઠવી રહ્યા છે.

સને ૨૦૦૬ માં “શ્રી અલ્લારામ” સહાયતા કેન્દ્ર નો મંગળ પ્રારંભ થયો.

અમારો મુળભૂત હેતુ અને ભાવના….

સમાજ ના વંચિત, વ્યથિત, સાવ અભાવગ્રસ્ત સ્તિથિ માં જીવતા, વિધવા માતાઓ, વિધુર ભાઈઓ, વૃદ્ધ દંપતિઓ, અસાધ્ય વ્યાધિથી પીડિતો, તીવ્ર દિવ્યાંગો, માતા-પિતા વિનાના અનાથ બાળકો, ઘર-બાર વિનાના રસ્તે રજળતા અસહાય અશક્તો એવા દરિદ્રનારાયણ પરિવારો ના “જીવન નિર્વાહ” ના કાર્ય માં મદદરૂપ થવાની, તેમની વેહેતી આંખો ને સ્મિત આપવાની અને મોત ની રાહ જોતાં શ્વાસ ને સુખની હાશ આપવાની અમારી ભાવના છે.

 

જીવન ની પ્રાથમિક જરૂરિયાતો “ રોટી, કપડાં અને (મકાન) સ્વસ્થ્ય રક્ષા” અમે “વિના મૂલ્યે અનાજ કિટ” થી શરૂઆત કરી. (પ્રત્યેક પરિવારો ને રૂ ૨૫૦/- ની મર્યાદામાં અનાજ કીટ આપવી) પેટનો ખાડો પુરાઈ અને “હાશકારો” અનુભવી શકાઈ તો પણ ઘણું.

 

નવરાત્રિ ૨૦૦૬ માં અમે ૨૦ પરિવારો થી આ સેવાયાત્રા આરંભાઇ. શ્રી અલ્લારામ ની અપાર કરુણા, આદરણીય દાતાશ્રીઓ નો પ્રેમ-લાગણી ભર્યો ઉદાર દાન સહયોગ અને અમારા નિરાધાર દરિદ્રનારાયણ પરિવારો ના ભાગ્ય બળે અમારી સેવાયાત્રા મક્કમ એકધારી ગતિ થી આગળ વધતી ચાલી. આજે ૧૦ વર્ષ ના અંતરાલ બાદ ૨૦૧૫ માં ૪૦૦ જેટલા નિરાધાર પરિવારો સુધી વિના મૂલ્યે અનાજકીટ પહોચાડી શક્યા છીએ.

 

આ નાનકડા સેવા કાર્ય થી આનંદ જરૂર છે, પણ સંતુષ્ટિ નથી. કારણ મહુવા તાલુકો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને વિસ્તાર ની દ્રષ્ટિ એ સૌથી મોટો છે. તેમાં આવા દરિદ્રનારાયણ પરિવારો ની સંખ્યા એકાદ હજાર કરતાં પણ વધારે હોવાનું અમારું અનુમાન છે.

 

વિના મૂલ્યે અનાજ કીટ યોજના ચલાવવા માટે કેન્દ્ર પાસે એવું કોઈ સ્થાઈ કાયમી ભંડોળ નથી, કે નથી કોઈ જમીન જાગીર, સરકાર શ્રી પણ આવા માનવતા લક્ષી સેવા કાર્ય માટે કોઈ આર્થિક મદદ કરતી નથી. આવા સેવા કાર્યો નો મુખ્ય આધાર છે, “ઉદાર દિલ દાતાશ્રી ઓના દાન સહયોગ” ની. અમે સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી દુકાને દુકાને ફરી એક પરિવાર ના નિભાવ ખર્ચ માટે માસિક રૂ ૨૫૦/- મુજબ દાન સહયોગ મેળવી આ સેવા કાર્ય ચલાવી રહ્યા છીયે. ૪૦૦ પરિવાર માટે વિના મૂલ્યે અનાજકીટ આપવા માટે પ્રતિ માસ રૂપિયા એકાદ લાખ ની જરૂરત પડે છે . સારું છે અમારા મહુવા નું મહાજન જે અમારી જરૂરિયાત નો ખૂબ જ સારો પ્રતિભાવ આપે છે. અને શ્રી અલ્લારામ ગમે ત્યાથી અમારી જોળી ને ભરી દે છે. ને ગરીબો ની ગાડી ને અટકવા દેતા નથી.

 

મારી ઢળતી ઉમર (૭૫ વર્ષ) છે. વર્તમાન માં, ભવિષ્યમાં અને મારી ગેરહાજરી પછી પણ ગરીબો ની “જિવા દોરી” સમી આ વિના મુલ્યે અનાજકીટ યોજના ચાલુ રાખી શકાય તેવા શુભ અને શુધ્ધ આશય થી આપણા કેન્દ્રનું ‘શ્રી અલ્લારામ સહાયતા ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું ૨જી. નં એફ/૨૯૭૩/ ભાવનગર તા ૩/૬/૨૦૧૫ થી મંજૂરી પણ મળી ગઈ અને ૧/૭/૨૦૧૫ થી આપણો તમામ વહીવટ ટ્રસ્ટ નિયમ મુજબ ચાલી રહ્યો છે .

 

આપણા આ માનવતાલક્ષી સેવાપ્રવૃતિ ને ધ્યાને લઈ ને ૨૦/૬/૨૦૧૬ થી 80 G/5 પ્રમાણપત્ર મળી ગયૂ છે . જે આપણા માટે રાહત અને આનંદ ની વાત છે .

 

૨૦૧૦/૧૧ મા આવા અસહાઈ અશકત અને નિરાધાર પરીવારો ને એક છત નીચે એકત્ર કરી તેની તમામ જરૂરિયાતો અને જવાબદારી ઑ કેન્દ્રએ પૂરી કરવી તેવો વિચાર દ્રઢ બન્યો . પરિણામે જનતા પ્લોટમાં માસૂમ દાદાની વાડી વિસ્તારમા રોડના કાંઠે પ્લોટ ખરીદી તેમાં આપણી જરૂરીયાત અને અનુકૂળતા મુજબ નું બાંધકામ કરી તા ૧૨/૫/૨૦૧૨ “મધર્સ ડે” ના શુભ દિવસે દાતાશ્રી ઓ, આગેવાન શ્રીઓ અને નિરાધાર પરિવારો ના આશીર્વાદ સાથે તેનું લોકાપર્ણ થયું. નામ રાખ્યું “આશરો”.

 

વિચાર એક વાત છે, અને તેને વાસ્તવિક્તા માં પરીવર્તન કરવું ઘણું કઠિંનતમ લાગ્યું. સાથી મિત્રો સાથે પરામશ કરી, વડીલો નું માર્ગદર્શન લીધું, મદદરૂપ થવા માટે પ્રયાસ કરિયા। આખરે તો શ્રી અલ્લારામ ની ઇચ્છાજ સર્વોપરિ છે. વિચાર નું કાર્યમાં પરીવર્તન ન કરી શકાયું. તેનો ‘રંજ’ ઘણોજ છે. ખેર હરિ ઈચ્છા.

 

છેવટે આવા અસહાય પરિવોરો ને બોપોર ના એક વખત પેટ ભરી ને, તાજું, ગરમ અને સાત્વિક ભોજન આ લોકો જ્યાં રેહતાં હોય કે બેસતા હોય તે સ્થળ ઉપર બપોર ના એક વાગ્યા સુધીમાં પોહચાડી દેવાનું નક્કી કરી, ચૈત્ર સુદ એકમ ને ૨૦૧૨ થી તેની મંગળ શરૂવાત કરી. શ્રી અલ્લારામ ની અસિમ કૃપા થી “વિના મૂલ્યે ટિફિન સેવા” આજ પર્યંત અવિરત ચાલતી રહી છે. આજે આશરે ૫૦ જેટલા ટિફિન-પાર્સલ નું રોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને રોજના ૧૦૦ ટિફિન સુધી પોહચવા માટે પ્રયત્ન શીલ છીએ.

 

દાતાશ્રી ઓના સહયોગ થી ચાલતી સેવાકીય પ્રવૃતિઓ:

 •  અનાજકિટ સહાય : જીવન જરૂરિયાત ની કાચી ખાધ્ય સામગ્રી (બાજરી, ઘઉ, ચોખા, ખાંડ, ચા, તેલ, મગ-દાળ, મરચું,હળદર. ધાણાજીરું) ની અનાજકિટ રૂ ૨૫૦ ની મર્યાદામાં પ્રતિમાસ તા ૧ થી ૩ દરમિયાન વિતરણ.
 • વસ્ત્ર સહાય : સાડી, સાદા કે ગરમ વસ્ત્રો (ધાબળા) નું વર્ષ માં એક વખત વિતરણ. ( સમાજમાથી પ્રાપ્ત થયેલ આદર પૂર્વક પહરી શકાય તેવા વસ્ત્રો નું વર્ષ માં ૨ વખત વિતરણ).
 • મીઠાઇ ફરસાણ સહાય : ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તેહવારો નિમિત્તે વર્ષમાં પાંચ વખત વિતરણ.
 • આરોગ્ય સહાય : દાતાશ્રીઓ, ડોક્ટર્સશ્રીઓ તથા સરકારશ્રી ની મદદથી માંદગીમાં વિનામુલ્યે સહાય-સરવાર.
 • પ્લાસ્ટિક કાપડ સહાય: ચોમાસા માં ઝૂપડા, માલ સામાન અને માથું ઢાંકવા પ્લાસ્ટિક કાપડ નું વિતરણ.
 • શ્રી અલ્લારામ ટિફિન સેવા : ઘરબાર વિનાના, અસહાય, અશક્ત એવા નિરાધારો ને બપોરના એક વખત તૈયાર ભોજનની ટિફિન સેવા (આશરે ૫૦ ટિફિન સેવા).
 • પશુ-પક્ષીઓને ચણ-આહાર: શહેરમાં હરતી-ફરતી જગ્યાએ પ્રતિદિન સવારના ૭-૦૦ થી ૮-૩૦ દરમિયાન.
  1.  કબૂતરો માટે: ૭/૫૦૦ કિલો જુવાર
  2.  કાબર, કાગડા માટે : ૧/૫૦૦ કિલો ગાંઠિયા.
  3.  ગાય, કુતરા માટે: રોટલા અને પારલે બિસ્કિટ.
  4.  બાળકો માટે: ચોકલેટ, બિસ્કિટ, બટર.

સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ :

સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવી. તે માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી જરૂરી આધાર-પુરાવાઓ એકત્ર કરી, નિયમઅનુસાર ફોર્મ ભરી આપી જરૂરતમંદ, નબળા, દિવ્યાંગ, અને આર્થિક પછાત વર્ગ ના લોકો ને મદદરૂપ થવાનો પ્રયાસ.

૧) વિધવા સહાય, ૨) વૃદ્ધ પેન્શન ૩) વય વંદનાવૃદ્ધ પેન્શન ૪) મફત તબીબી સહાય (ટી.બી., કેન્સર, એઇડ્સ, રક્તપિત) ૫) સંકટ મોચન સહાય ૬) કુંવરબાઇ નું મામેરું ૭) માનવ કલ્યાણ સાધન સહાય ૮) પાલક માતા-પિતા

સહાય ( માતા-પિતા વિનાના અનાથ બાળકો માટે) ૯) સીનિયર સીટીઝન કાર્ડ ૧૦) આધાર કાર્ડ ૧૧) માં અમૃતમ કાર્ડ ૧૨) માં વાત્સલ્ય કાર્ડ ૧૩) આયુષ્માન ભારત (P.M JAY) ૧૪) સાત ફેરા સમૂહ લગ્ન સહાય ૧૫) ડો. આંબેડકર આવાસ યોજના ૧૬) પ્રધાન મંત્રી આવાસ યોજના ૧૭) વિધવા વિકલાંગ આવાસ યોજના ૧૮) વિધ્યાદીપ યોજના ૧૯) ખેડૂત- ખેત મજૂર અકસ્માત વીમા યોજના અનેબીજી ઘણી બધી યોજનાઓ….

 

વિકલાંગ વ્યક્તિઓ માટે:

૧) વિકલાંગ પ્રમાણ પત્ર   ૨) વિકલાંગ ઓળખ પત્ર  ૩) વિ. રેલ્વે કન્સેશન સર્ટી  ૪) શિષ્યવૃતિ  ૫) સાધન સહાય  ૬) રોજગાર તાલીમ  ૭) પેન્શન યોજના  ૮) સંતસૂરદાસ સહાય  ૯) લગ્ન સહાય  ૧૦) વીમા સહાય  ૧૧) નિવાસી શાળાઓ અને ઘણી બધી યોજનાઓ.

દાન
શ્રી આલારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ

સરનામું: જી 5, સહયોગ સંકુલ, ટીસી પેટ્રોલ પંપ, મહુવા,પિનકોડ- 368090 , જિલ્લા ભાવનગર, ગુજરાત, ભારત.
સંપર્ક: 9825090624
પાન કાર્ડ: AAPTS5861E
ટ્રસ્ટ નોંધણી નંબર: એફ / 2973 / ભાવનગર
મંડળી નોંધણી નંબર: ગુજરાત: 3050 / ભાવનગર
ખાતાનું નામ: શ્રી ઓલરામ સહતા ચેરિટેબલ ટ્રસ્ટ.


બેંકની વિગત

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (યુબીઆઇ)
ખાતા નં: 313802010558473
આઇએફએસસી. કોડ નં: UBIN0531383
એમઆઈસીઆર કોડ: 364026091
આઇબીઆર સ્વિફ્ટ નં: યુબિનબર્બટ
શાખા કોડ: 531383
બેંક શાખાનું સરનામું: નૌટાંગ નગર, રોડ 1, માહુવા 364290, જિલ્લા ભવનગર, ગુજરાત.

સંપર્ક માહિતી


  સરનામું: શ્રી અલ્લારામ સહાયતા ચેરીટેબલ ટ્રસ્ટ જી – ૫ , સહયોગ કોમ્પ્લેક્સ , ટી।સી।પેટ્રોલ પંપ પાસે, મહુવા – ૩૬૪૨૯૦ . જિ. ભાવનગર

  દૂરભાષ: ૯૮૨૫૦ ૯૦૬૨૪

 

સ્થાન